એમની પાસે હતી બંદૂકો
એમને બસ ખભા જોઈતા હતા
એમને બસ છાતીઓ જોઈતી હતી
એમના હાથોમાં તલવારો હતી
એમની પાસે અનેક ચક્રવ્યૂહ હતા
એ લોકો શોધતા હતા નિર્દોષ અભિમન્યુ
એમની પાસે હતા ક્રૂર અટ્ટહાસ્ય
અને બિભત્સ મુસ્કાન
એ લોકો શોધતા હતા દ્રૌપદી
એમણે અમને જ પસંદ કરી
અમને મારવા માટે
અમારી છાતી પર
અમારા દ્વારા જ ચલાવી તલવાર
અમને જ ઊભી કરી
અમારી જ વિરુદ્ધ
અને એ લોકો જીતી ગયા
એમણે બસ એટલું કહ્યું
સ્ત્રીઓ જ હોય છે
સ્ત્રીની દુશ્મન
કાયમ..
- પ્રતિભા કટિયાર
- હિંદી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી
No comments:
Post a Comment