Friday, November 18, 2022

|| એક દિવસ ||- एक रोज


प्यार की कोई बूंद कविता में ढली थी एक रोज, फिर एक रोज किसी ने उसे स्नेह से पढ़ा और चाहा कि भाषाओं के पार जाये प्रेम की यह एक बूँद. ભગવાન થાવરાણી जी बहुत सारे हिंदी कवियों की कविताओं को गुजराती के पाठकों तक पहुंचा रहे हैं. मुझे ख़ुशी है उन्होंने मेरी इस कविता को भी अनुवाद के लिए चुना. शुक्रिया उन सभी पाठकों का जिन्होंने इसे गुजराती अनुवाद में पढ़ा और प्यार दिया.-प्रतिभा 
 


એક દિવસ
હું વાંચતી હઈશ
કોઈક કવિતા
બરાબર એ જ સમયે
ક્યાંકથી કોઈક શબ્દ
કદાચ કોઈક કવિતા કનેથી ઊછીનો લઈ
મારા અંબોડામાં ખોસી દઈશ તું !
એક દિવસ
હું લખતી હઈશ ડાયરી
બરાબર એ જ વખતે
પીળા પડી ગયેલા
ડાયરીના જરીપુરાણા પાનાઓમાં
મારું મન બાંધીને
ઉડાડી જઈશ
આઘેરા આભના છાંયડે
એક દિવસ
જ્યારે કોઈક અશ્રુ આંખમાં
આકાર લઈ રહ્યું હશે
બરાબર એ વખતે
તારા સ્પર્શની હુંફથી
એને મોતી બનાવી દઈશ તું
એક દિવસ
પગદંડી પર ચાલતાં
જ્યારે લથડશે કદમ
તો તારા સ્મિતથી
સંભાળી લઈશ તું મને
એક દિવસ
સંગીતની મંદ લહેરખીઓને
વચ્ચે રોકીને
તું બનાવી લઈશ રસ્તો
મારા લગી પહોંચવાનો
એક દિવસ
જ્યારે મારી આંખો મીંચાતી હશે
કાયમ માટે
ત્યારે કોણ જાણે કઈ રીતે
તું ખોલી નાખીશ જીવનના બધા રસ્તા
આપણે સમજી નહીં શકીએ તો પણ
દુનિયા કદાચ એને
પ્રેમનું નામ આપશે
એક દિવસ..
- પ્રતિભા કટિયાર
- હિંદી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી

हिंदी में यह कविता-

एक रोज़
मैं पढ़ रही होऊँगी
कोई कविता
ठीक उसी वक़्त
कहीं से कोई शब्द
शायद कविता से लेकर उधार
मेरे जूड़े में सजा दोगे तुम ।

एक रोज़
मैं लिख रही होऊँगी डायरी
तभी पीले पड़ चुके डायरी के पुराने पन्नों में
मेरा मन बाँधकर
उड़ा ले जाओगे
दूर गगन की छाँव में ।

एक रोज़
जब कोई आँसू आँखों में आकार
ले रहा होगा ठीक उसी वक़्त
अपने स्पर्श की छुअन से
उसे मोती बना दोगे तुम ।

एक रोज़
पगडंडियों पर चलते हुए
जब लड़खड़ाएँगे क़दम
तो सिर्फ़ अपनी मुस्कुराहट से
थाम लोगे तुम ।

एक रोज
संगीत की मंद लहरियों को
बीच में बाधित कर
तुम बना लोगे रास्ता
मुझ तक आने का ।

एक रोज़
जब मैं बंद कर रही होऊँगी पलकें
हमेशा के लिए
तब न जाने कैसे
खोल दोगे ज़िंदगी के सारे रास्ते
हम समझ नहीं पाएँगे फिर भी
दुनिया शायद इसे
प्यार का नाम देगी एक रोज़.
-प्रतिभा कटियार 

2 comments:

yashoda Agrawal said...

आपकी लिखी रचना  ब्लॉग "पांच लिंकों का आनन्द" रविवार 20 नवम्बर 2022 को साझा की गयी है....
पाँच लिंकों का आनन्द पर
आप भी आइएगा....धन्यवाद!

Onkar said...

सुंदर सृजन