જ્યારે જોઉં છું તારી તરફ
ત્યારે ખરેખર
હું જોઈ રહી હોઉં છું પોતાના એ દુખ ભણી
જે તારામાં ક્યાંક આશરો પામવા ઇચ્છે છે
જ્યારે લંબાવું છું તારી તરફ પોતાનો હાથ
ત્યારે પકડવા ચાહું છું
આશાના એ અંતિમ તંતુને
જે તારામાંથી પસાર થાય છે
જ્યારે ટેકવું છું મારું મસ્તક તારા ખભે
ત્યારે ખરેખર તો મુક્તિ પામું છું
સદીઓના થાકમાંથી
તને ચાહવું ખરેખર તો છે
શોધવું સ્વયંને આ સૃષ્ટિમાં
વાવવું ધરતીમાં પ્રેમનું બીજ
અને સાધના છે પ્રેમનો રાગ..
-,પ્રતિભા કટિયાર
- હિંદી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી
हिंदी कविता- साधना है प्रेम का राग
जब देखती हूँ तुम्हारी ओर
तब दरअसल
मैं देख रही होती हूँ अपने उस दुःख की ओर
जो तुममें कहीं पनाह पाना चाहता है ।
जब बढ़ाती हूँ तुम्हारी ओर अपना हाथ
तब थाम लेना चाहती हूँ
जीवन की उस आख़िरी उम्मीद को
जो तुममे से होकर आती है ।
जब टिकाती हूँ अपना सर
तुम्हारे कन्धों पर
तब असल में पाती हूँ निजात
सदियों की थकन से
तुम्हें प्यार करना असल में
ढूँढ़ना है ख़ुद को इस सृष्टि में.
बोना है धरती पर प्रेम के बीज
और साधना है प्रेम का राग...
- प्रतिभा कटियार
सुन्दर प्रस्तुति
ReplyDelete